ગાંધીનગર: આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ આ ભરતી નવેસરથી યોજાશે, તેવી જાહેરાત કરી છે.
આ વચ્ચે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત માહિતી ખાતા વર્ગ-1 અને 2 ની પરીક્ષાની ભરતી અંતર્ગત સ્ટે મૂક્યો છે. માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતીની કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટે 18મી જાન્યુઆરી સુધી સ્ટે આપ્યો છે.
મહત્વનું છે કે, વર્ગ 1 અને 2 હેઠળ 23 ઉમેદવારોની ભરતી ફાઈનલ થઈ ગઈ છે. એ ઉમેદવારોને કોલ લેટર મોકલવાના જ બાકી છે. એ વચ્ચે ઈન્ટર્વ્યુમાં ગરબડ થઈ હોવાની અરજી હાઈકોર્ટમાં થઈ હતી. ત્યારે આજરોજ હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે.
આ પહેલાં પરીક્ષા ભરતી વિરુદ્ધ કરવામાં આવેલી અરજી મુજબ અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા. આ ઉપરાંત, 100 માર્ક ઇન્ટરવ્યુમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્ક સમાનતા જળવાઈ નથી.
હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.