આજરોજ ગુજરાત સરકારનાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર માટે વર્ગ-3ની સીધી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત @vmittra @pkumarias @brijeshmeja1 @CMOGuj pic.twitter.com/kRintL3Q13
— Panchayat, Rural Housing & Rural Dev. Department (@GujPRHDept) April 22, 2022
આ ભરતી અંતર્ગત, કુલ 3137 જગ્યાઓ ભરવામાં આવનાર છે, જેમાં સામાન્ય વર્ગ માટે 1184 જગ્યાઓ છે. આ સિવાય EWS માં 303, SEBC માં 851, SC માં 236, ST માં 563 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 127 જગ્યાઓ તથા માજી સૈનિક માટે 303 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.