Friday, June 9, 2023
Google search engine
HomeIndiaકોરોનાનો વધુ એક ઘાતક વેરિએન્ટ- 46 વાર બદલી ચૂક્યો છે રૂપ

કોરોનાનો વધુ એક ઘાતક વેરિએન્ટ- 46 વાર બદલી ચૂક્યો છે રૂપ

  • યુરોપ આખું કોરોનાનાં ભરડામાં
  • UKમાં રોજનાં લાખથી વધુ નવા કેસ

નવી દિલ્હી: Omicron શોધાયા બાદ કોરોના મુદ્દે વિશ્વની પરિસ્થિતિ બગડતી જતી જણાય છે. રોજ નવા-નવા વેરિએન્ટ અને ઢગલો કેસીસ સામે આવી રહ્યા છે, ત્યારે ફ્રાન્સમાં તાજેતરમાં નવો એક વેરિએન્ટ સામે આવ્યો છે.

ઓમિક્રોન બાદ વૈજ્ઞાનિકોને કોરોનાના વધુ એક વેરિએન્ટ (Variant IHU)ની ભાળ મળી છે. આ વેરિએન્ટ IHU 46 વાર સ્વરૂપ બદલી ચૂક્યો છે. ફ્રાન્સના મારસૈલમાં નવા વેરિએન્ટના 12 કેસ સામે આવ્યા છે. આ કેસ એવા લોકોમાં જોવા મળ્યા છે જે આફ્રિકી દેશ કેમરૂનથી પાછા ફર્યા હતા.

ભારતમાં પણ વણસી રહી છે પરિસ્થિતિ

આજરોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ચૂક્યો છે. આ પહેલાં કોરોનાનો મુદ્દો રાજકીય હતો, પરંતુ પરિસ્થિતિ વણસતાં હવે સૌએ ભેગા મળીને ફરીથી પગલાં ભરવા પડશે, તેવું સમય દર્શાવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડે પણ ગઇકાલે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર જાહેર થયા છે.

આ પહેલાં ભારતમાં Omicron ની ફેલાવાની ગતિ એકદમ ધીમી હતી, જે હવે ધીરે-ધીરે વેગ પકડી રહી છે. ભારતમાં કુલ 1892 Omicron કેસ નોંધાયા છે, જ્યારે ભાજપનાં MP મનોજ તિવારી પણ પોઝિટિવ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments