Wednesday, October 5, 2022
Google search engine
HomeGujaratઆશારામ આશ્રમમાંથી વધુ એક યુવક ગુમ: હૈદરાબાદનો યુવાન ઘરે પરત જ ન...

આશારામ આશ્રમમાંથી વધુ એક યુવક ગુમ: હૈદરાબાદનો યુવાન ઘરે પરત જ ન ફર્યો

વર્ષો પહેલાં જે એક ઘટનાને કારણે આશારામ આશ્રમ સમગ્ર દેશનાં ચર્ચામાં આવ્યો હતો, તે આજે ફરી પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં આવેલા આ આશ્રમમાંથી 27 વર્ષીય હૈદરાબાદનો યુવાન ગુમ થયો છે.

આ યુવાન 3 નવેમ્બરે તારીખે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો, પણ તે ઘરે પરત ફર્યો ન હતો. તેને પગલે યુવાનનાં માતા-પિતાએ આસારામ આશ્રમનો સંપર્ક કર્યો પરંતુ તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેના કારણે તેઓ અમદાવાદ આવ્યા અને આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે હાલ જાણવાજોગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

13 વર્ષ પહેલાં ગુરુકુળમાંથી બે બાળકો થયા હતાં ગુમ

આ જ આશ્રમમાંથી 2008માં દિપેશ અને અભિષેક નામનાં વિદ્યાર્થીઓ ગુમ થયા હતા, જેના પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. મોટેરાનાં ગુરુકુળમાંથી ગુમ થયેલા આ બાળકોની ઘટના અંગે નિવૃત્ત જજ ડી.કે.ત્રિવેદીનાં અધ્યક્ષપદે તપાસ પંચની પણ રચના કરવામાં આવી હતી.

હૈદરાબાદનો આ યુવક તેના મિત્રો સાથે ઘણા સમયથી અહીં આવ્યો હતો. પરંતુ તે ઘરે પરત ન આવ્યો અને તેનો કોઈ સંપર્ક પણ ન થતા, યુવકના માતા-પિતાએ આશ્રમનો સંપર્ક કર્યો હતો. આ બધું કરવા છતાં પોતાના પુત્રની કોઈ કડી ન મળતા તેના માતા-પિતા અમદાવાદ આવી ગયા હતા. જ્યાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે આ કેસમાં યુવકને શોધવા માટે તપાસ હાથ ધરી છે અને આશ્રમમાં પણ પૂછતાછ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments