ઉનાળામાં પીવાલાયક ઘણાં બેવરેજીસ છે, જે ન ફક્ત તમારી તરસ છીપાવે છે, પરંતુ સાથે જ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક હોય છે. આવું જ એક ડ્રિંક છે- પનાગમ ડ્રિંક. પનાગમ ડ્રિંક ન ફક્ત તમારી તરસ છીપાવે છે, પણ સાથે જ તે શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે.
આ પનાગમ ડ્રિંક બનાવવા માટે-
સામગ્રી–
- 200 ગ્રામ ગોળ
- 1 આદુનો ટુકડો
- 5 કપ પાણી
- 4 ગ્રીન ઇલાયચી
- અડધું લીંબુ
કઇ રીતે બનાવશો આ ડ્રિંક?
- સ્ટેપ-1: પાંચ કપ પાણી લઇ તેમાં ગોળના પાઉડરને ઓગાળી દો.
- સ્ટેપ-2: ગોળ ઓગળે ત્યાં સુધી ઇલાયચી અને આદુને ક્રશ કરો. ત્યારબાદ તેને આ મિશ્રણમાં ઉમેરો.
- સ્ટેપ-3: હવે તેમાં લીંબુનો રસ ઉમેરો.
- સ્ટેપ-4: આ ડ્રિંકને બરાબર હલાવો.
તૌ તૈયાર છે પનાગમ ડ્રિંક!