સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતાં ગુજરાતમાં દરિયાકિનારે ફરવાલાયક સ્થળો હજી પણ જૂજ માત્રામાં છે. તેમાં પણ સૌથી જૂનું અને જાણીતું સ્થળ એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ફરી એક વાર ચર્ચામાં છે.
તાજેતરમાં દીવ ખાતે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં પેરાસેઇલિંગ કરતી વખતે એક દંપત્તિનું પેરાશૂટનું દોરડું મધદરિયે તૂટી ગયું હતું. જોકે, સદનસીબે લાઈફ જેકેટના સહારે દંપતિ દરિયા કિનારે પહોંચ્યું હતું. આ બનાવને લઈ પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.
આ ઘટના અંગેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જોકે, આ દંપત્તિએ અને તેમના પરિવારજનોએ રાઇડ્સ એજન્સી પાલમ એડવેન્ચર એજન્સી પર આરોપ લગાવ્યા હતા અને અંતે ઘટના પોલીસ સ્ટેશને પહોંચી હતી. મહત્વનું છે કે, ઘણી વખત કેટલાંક લોકોની બેદરકારીનું પરિણામ લોકોનાં જીવનો ભોગ લઇ શકે છે, ત્યારે આવી એજન્સીઓનાં લાઇસન્સ અંગે પણ ચકાસણી અને પરમિટની ચકાસણી થવી જોઇએ.