- ભાવનગર મ્યુ. કોર્પોરેશને આપી જાણકારી
- 3 વ્યક્તિઓ હાલ ઓક્સિજન પર
અમદાવાદ: Omicron ને હજી ઘણાં લોકો સિરિયસલી નથી લઇ રહ્યા, પરંતુ કોરોનાની ગાઇડલાઇનને પણ લોકોએ નેવે મૂકી દીધી છે. ત્યારે અમદાવાદમાં તાજેતરમાં સિંધુ ભવન પર યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર ભાવનગરનાં લોકો કોરોના પોઝિટિવ નોંધાતા તંત્ર દોડતું થયું છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર આ લોકો 25મી નવેમ્બરે અમદાવાદ લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, જે 28મી એ પાછા ફર્યા હતા. તેમાંથી 3 પીઢ વ્યક્તિઓ હાલ ઓક્સિજન પર છે.
આ કારણે સિંધુ ભવન રોડ પર જે હોટલમાં લગ્ન યોજાયા હતા, ત્યાંના સ્ટાફનો પણ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે હાલમાં લગ્નોમાં Omicron સંબંધિત કોઇ પ્રોટોકોલ ફાળવાયો નથી.
મહત્વનું છે કે, લગ્નપ્રસંગમાં 400 માણસની પરમિશન આપવામાં આવ્યા બાદ ઠેર-ઠેર કોવિડની ગાઇડલાઇનનાં ભંગ સાથે લગ્નો યોજાઇ રહ્યા છે. માસ્ક તો જાણે પહેરવાનું જ ભૂલી ગયા છે અને સેનિટાઇઝર તો દૂર-દૂર સુધી ક્યાંય જોવા નથી મળી રહ્યું.