ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ આસાન બન્યા બાદ વિવિધ પ્રકારની રેસિપી ખાવી લોકો માટે આસાન થઇ ગઇ છે. Swiggy અને Zomato આ બંને એપ ભારતમાં ફૂડ ઓર્ડરિંગ માટે ટોપ પર છે, ત્યારે Swiggy એ એક ખાસ યાદી બહાર પાડી છે.
ફૂડ ડિલિવરી એપ કંપની Swiggy એ વર્ષ 2021માં મળેલા ઓર્ડરના આધારે સૌથી લોકપ્રિય વાનગીઓની યાદી બહાર પાડી છે. ‘StateEATistics 2021: How India Swiggyed this year’ નામથી બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર, આ વર્ષે દેશમાં લોકોએ સૌથી વધુ બિરયાની ખાવાનું પસંદ કર્યુ છે.
stats 1: 6,04,44,000 biryanis were ordered in 2021
stats 2: 6,04,44,000 people smiled immediately after getting "delivered" notification
— Swiggy (@swiggy_in) December 21, 2021
મહત્વનું છે કે, કંપનીને બીજા નંબરે સૌથી વધુ ઓર્ડર ગુલાબજાંબુનાં મળ્યા છે. જો Swiggy નાં ડેટાનું એનાલિસીસ કરીએ તો દર મિનિટે 115 ઓર્ડર બિરયાનીનાં મળ્યા છે.