સાઉથ અમેરિકન દેશ પેરાગ્વેમાં તાજેતરમાં એક ભયાનક ઘટના બની ગઇ છે, જેમાં એક એવી માછલી જેને અત્યાર સુધી આપણે મુવીઝમાં જ હુમલો કરતાં જોઇ છે, તેવી પિરાન્હાએ રિયલ લાઇફમાં 4 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.
અહીં આવેલી પેરાગ્વે નદીમાં વસતી પિરાન્હા માછલીઓએ આતંક મચાવતાં લોકો હવે નદીમાં નહાવા જતા ગભરાઇ રહ્યા છે. આ પહેલાં ઘટનાનો ભોગ 22 વર્ષીય યુવક બન્યો, જે ઘરેથી ગાયબ થતાં તેના ઘરવાળા તેને શોધવા નીકળ્યા હતા. જોકે, તેનો મૃતદેહ ભયાનક હાલતમાં નદીકિનારેથી મળી આવતાં આ વાતની પુષ્ટિ થઇ હતી.
આ ઘટના બાદ પિરાન્હાએ 49 વર્ષીય આધેડ પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. મહત્વનું છે કે, પિરાન્હા નદી દેશની સૌથી મોટી નદી છે, જ્યાં લોકો ગરમીને કારણે ફરવા આવતાં હોય છે અને વેકેશન ગાળતાં હોય છે.
નર પિરાન્હા હોય છે હુમલાખોર
આ ઘટના અંગે જીવવિજ્ઞાની જુલિયો જેવિયરે જણાવ્યું કે પિરાન્હા જ્યારે તેમની પ્રજનન ઋતુ ચાલી રહી હોય ત્યારે આ કરે છે. મોટે ભાગે નર પિરાન્હા માછલી જ હુમલાખોર હોય છે. ત્યારે હાલમાં લોકોને નદીથી દૂર રહેવા જણાવ્યું છે.