આજરોજ ‘અમૃત આવાસોત્સવ’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત માટેનો નખત્રાણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ મોટા અંગિયા ગામે યોજવામાં આવ્યો હતો.
નખત્રાણા તાલુકાના 26 ગામોમાં 44 લોકાર્પણ તેમજ 157 લાભાર્થીઓના આવાસોનું ખાતમુહૂર્ત જે તે ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો અને ગામના તલાટી દ્વારા સ્થળ પર જ કરવામાં આવ્યું હતું.
અંગિયા મોટા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી બકાલી મહમદ હુસેન રમજુ જેમને પ્રતીકાત્મક રૂપે સૌ મહેમાનોના વરદ હસ્તે ચાવી તેમજ બાથરૂમ નિમાર્ણ સહાયનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો.
કાર્યક્રમને અનુરૂપ ફિલ્મ નિદર્શન તેમજ માન.પ્રધાનમંત્રી જે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી અમૃત આવસોત્સવ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું જીવંત પ્રસારણ ગ્રામજનોએ નિહાળ્યું. દીક્ષિતભાઈ ઠક્કર તાલુકા વિકાસ અધિકારી-નખત્રાણાએ સ્વાગત અને કાર્યક્રમ અનુસંધાને તમામને માહિતીગાર કર્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જયાબેન.બી. ચોપડા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જયસુખભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી-નખત્રાણા, શ્રીમહેન્દ્રસિંહ સોઢા તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન-નખત્રાણા, દિલીપભાઈ નરસિંગાણી, શ્રીદીક્ષિતભાઈ ઠક્કર તાલુકા વિકાસ અધિકારી-નખત્રાણા, ઈશ્વરભાઈ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી-નખત્રાણા, હરિસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ જાડેજા તેમજ તમામ વિભાગ સ્ટાફ, તલાટી હીનાબેન, ઉપસરપંચ ઇકબાલભાઈ ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનો પણ જોડાયા હતા.
સ્વચ્છ ભારત મિશન તથા અન્ય યોજનાઓને વ્યાપ વધે લોક જાગૃતિ સાથે અન્ય કાર્યક્રમ જેવા કે ગામની જાહેર જગ્યાઓ ગામની શેરીમાં સફાઈ કરવામાં આવેલી . જેમાં ગામની બહેનોએ પણ પોતાની ફરજ અદા કરી હતી. વૃક્ષારોપણ, મહિલાઓનો પણ સર્વાંગી વિકાસ થાય એ માટેના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં.