આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવા કાશી વિશ્વનાથમાં ખાસ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યુ છે. વર્ષ 2014ની ચૂંટણીમાં આપેલું વચન પૂર્ણ કરવાનાં પગલે તેઓ આજરોજ કાશીમાં આવ્યા છે.

ગંગાસ્નાન કરીને કર્યુ પ્રસ્થાન
આ પહેલાં વડાપ્રધાન મોદીએ લલિતા ઘાટ પર માતા ગંગાનને પ્રણામ કર્યા અને નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ કળશમાં જળ લીધુ અને પછી કાશી વિશ્વનાથ મંદિર તરફ પ્રયાણ કર્યુ હતું.
આ પહેલાં તેઓ વારાણસીનાં કાલભૈરવ મંદિરે ગયા હતા અને પૂજા કરી હતી. ગંગાસ્નાન કર્યા બાદ તેમણે મંદિર તરફ પ્રયાણ કર્યુ અને પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદીએ વૃક્ષારોપણ પણ કર્યુ.
મહત્વનું છે કે, મંદિરનાં પ્રાંગણમાં વડાપ્રધાન મોદીએ શ્રમ સેવાર્થીઓ પર પુષ્પવર્ષા કરી અને થોડોક સમય પણ વિતાવ્યો.