ભારતનાં પાંચ રાજ્યોમાં હાલ ઇલેક્શન ચાલી રહ્યા છે, જેમાંથી બે રાજ્યો- ઉત્તર પ્રદેશ અને પંજાબ અત્યંત મહત્વનાં ગણવામાં આવી રહ્યા છે. જોકે, સત્તાની દ્રષ્ટિએ દરેક રાજ્ય મહત્વનું છે. ત્યારે પંજાબ ઇલેક્શન પહેલાં કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાઇ રહી છે.
આજરોજ પ્રતિષ્ઠિત સમાચાર એજન્સી સાથે ઇન્ટરવ્યુ દરમિયાન કોંગ્રેસનાં MP રવનીત સિંહ બિટ્ટુએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીને જો પંજાબ આવવું હોય તો તે હેલિકોપ્ટર દ્વારા આવી શકે છે. કારણકે રોડ માર્ગે હજી તેમને સમસ્યા નડશે. તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું કે, “તેમણે હજારો ખેડૂતોને રસ્તા પર બેસાડી રાખ્યા હતા અને 750થી વધુ ખેડૂતો મોતને ભેટ્યા છે, જેને પંજાબીઓ ભૂલશે નહીં. માટે સારું છે કે તેઓ હવાઇમાર્ગે જ મુલાકાત કરે.”
PM may visit by helicopter or plane as he may still face problems on road. He kept Punjabis on roads for over 1 yr. 750 farmers sacrificed their lives. How people will forget this? So better to come via airway: Cong MP RS Bittu on PM Modi's upcoming rallies in poll-bound Punjab pic.twitter.com/TtFF8TEZYT
— ANI (@ANI) February 11, 2022
આ ઉપરાંત, નવજોત સિંહ સિદ્ધુ વિશે સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા તેમને સુપર CM ની પોસ્ટ આપવામાં આવશે. મહત્વનું છે કે, ઇલેક્શનની જાહેરાત પહેલાં એવી અટકળો હતી કે પંજાબ કોંગ્રેસ દ્વારા નવજોતસિંહ સિદ્ધુને મુખ્યમંત્રી પદ માટે નવાજવામાં આવશે, પરંતુ તેવું થયું નહીં અને તેના પગલે કોંગ્રેસમાં પણ અંદરો-અંદર ઘણી સમસ્યાઓ સર્જાઇ છે.
પંજાબ ઇલેક્શન કોંગ્રેસ માટે મહત્વનાં
આ પહેલાં પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઇલેક્શન માટે જોરદાર કેમ્પેઇનિંગ કરવામાં આવી રહ્યું છે. કુલ 117 સીટ માટે 20મી ફેબ્રુઆરીનાં રોજ ચૂંટણી યોજાવાની છે, જેનાં પરિણામો 10 માર્ચે જાહેર થશે. આમ આદમી પાર્ટી તરફથી ભગવંત માનને CM પદનાં ઉમેદવાર તો કોંગ્રેસ તરફથી ચરણજીત સિંહ ચન્નીને આ પદ માટે જાહેર કરાયા છે.