Monday, January 30, 2023
Google search engine
HomeIndiaનોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે...

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે…

  • ભારતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે નોઇડા એરપોર્ટ
  • ઉત્તર પ્રદેશમાં ઊભી થશે લાખો રોજગારી

નોએડા: આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, સંજીવ બલિયાન, એસ.પી. સિંહ બઘેલ અને બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 21મી સદીનું નવું ભારત આજે સૌથી શ્રેષ્ઠ આધુનિક માળખાકીય સુવિધાઓમાં ગણના પામતી સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “સારા માર્ગો, સારું રેલવે નેટવર્ક, સારા હવાઇમથકો માત્ર માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓ નથી પરંતુ તેનાથી સમગ્ર પ્રદેશનું રૂપાંતરણ થાય છે અને તેનાથી લોકોના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવે છે.”

આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક ઉત્તરીય ભારતનો લોજિસ્ટિક્સ ગેટવે બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, આ હવાઇમથક સમગ્ર પ્રદેશને રાષ્ટ્રીય ગતિશક્તિ માસ્ટર પ્લાનનું શક્તિશાળી પ્રતીક બનાવશે.

માળખાકીય સુવિધાઓના વિકાસના આર્થિક પરિબળો અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવાઇમથકના નિર્માણ કાર્ય દરમિયાન રોજગારની તકોનું સર્જન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ હવાઇમથકને પણ સરળતા અને સુગમતાથી કામ કરવા માટે હજારો લોકોની જરૂર પડવાની છે. આથી, આ હવાઇમથક પણ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડશે.”

ઉત્તર પ્રદેશ બનશે સૌથી વધુ કનેક્ટિવીટી ધરાવતો પ્રદેશ

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતાના 7 દાયકા પછી પહેલી વખત ઉત્તરપ્રદેશે હંમેશા તે જેના માટે લાયકાત ધરાવે છે તે મેળવવાની શરૂઆત કરી છે. ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી, આજે ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધારે કનેક્ટિવિટી ધરાવતા પ્રદેશમાં પરિવર્તિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે અને હવાઇમથકોની જાળવણી, રિપેરિંગ તેમજ પરિચાલનના કેન્દ્ર તરીકે વર્તશે. તેમણે માહિતી આપી હતી કે, જાળવણી, રિપેરિંગ અને સમારકામ MRO સુવિધા 40 એકરના વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહી છે જેનાથી સેંકડો યુવા લોકોને રોજગારી મળી રહી છે. આજે ભારત આ સેવાઓ વિદેશમાંથી મેળવવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.

આગામી સમયમાં તૈયાર થઇ રહેલા એકીકૃત મલ્ટિ-મોડલ કાર્ગો હબ વિશે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ચારેબાજુથી ભૂમિ પ્રદેશોથી ઘેરાયેલી ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં હવાઇમથક ખૂબ જ ઉપયોગી રહેશે. આ હબ અલીગઢ, મથુરા, મેરઠ, આગ્રા, બિજનૌર, મુરાદાબાદ અને બરેલી જેવા ઔદ્યોગિક કેન્દ્રોને સેવા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, ખુર્જા કારીગરો, મેરઠના રમતગમત ઉદ્યોગ, સહારનપુરના ફર્નિચર, મોરાદાબાદના પિત્તળ ઉદ્યોગ, આગ્રાના પગરખાં અને પેઠા ઉદ્યોગને આગામી સમયમાં નિર્માણ પામી રહેલી માળખાકીય સુવિધાઓથી ખૂબ જ મોટાપાયે સમર્થન મળી રહેશે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ જે ઉત્તરપ્રદેશને વંચિત અને અંધકારમાં રાખ્યું હતું, જે ઉત્તરપ્રદેશને અગાઉની સરકારોએ ખોટા સપનાં બતાવ્યા હતા તે જ ઉત્તરપ્રદેશ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફલક પર પણ પોતાની ઓળખ અંકિત રહ્યું છે. પ્રધાનમંત્રીએ જેવર હવાઇમથકનું ઉદાહરણ ટાંકીને કેવી રીતે ઉત્તરપ્રદેશ અને કેન્દ્રમાં અગાઉની સરકારોએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસની અવગણના કરી હતી તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બે દાયકા પહેલાં ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર સત્તારૂઢ થઇ ત્યારે ઉત્તરપ્રદેશમાં આ પરિયોજનાની કલ્પના કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ હવાઇમથક કેટલાય વર્ષો સુધી દિલ્હી અને લખનઉમાં આવેલી અગાઉની સરકારોના કારણે ખોરંભે મૂકાઇ ગયો હતો. ઉત્તરપ્રદેશમાં અગાઉ સત્તારૂઢ હતી તે સરકારે તત્કાલીન કેન્દ્ર સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે, આ હવાઇમથકની પરિયોજનાને અટકાવી દેવામાં આવે. હવે ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી, આજે આપણે એ જ હવાઇમથકના ભૂમિપૂજનના સાક્ષી બની રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારા માટે માળખાકીય સુવિધાઓ રાજનીતિનો હિસ્સો નથી પરંતુ રાષ્ટ્રનીતિનો હિસ્સો છે. અમે કોઇપણ પરિયોજના અટવાય નહીં, વિલંબમાં પડીને લટકે નહીં અથવા આડા માર્ગે ફંટાય નહીં તેની ખાતરી કરીએ છીએ. અમે નિર્ધારિત સમયમાં જ માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું કામ પૂરું થાય તેવો પ્રયાસો કરીએ છીએ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments