- સુપ્રીમ કોર્ટમાં આજરોજ થઇ સુનાવણી
- તપાસ કમિટી બનાવવામાં આવે, તેવો આદેશ
નવી દિલ્હી: પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બનેલી ઘટનામાં આજરોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ છે. મહત્વનું છે કે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) એનવી રમન્નાની અધ્યક્ષતા વાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહ્યું છે.
આ કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કરશે. તો આમાં ચંડીગઢના ડીજીપી, NIAના I.G.- પંજાબ તેમ જ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબના એડીજીપીને પણ સામેલ કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ આનો સત્તાવાર આદેશ આવવાનો બાકી છે.
સુપ્રીમ કોર્ટનાં સરકારને સવાલ
આ પહેલાં આજરોજ થયેલી સુનાવણી દરમિયાન CJI એ સરકારને પૂછ્યું કે જો તમે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છો છો તો કોર્ટ તરફથી તપાસ કમિટી બનાવવાનું વાજબીપણું શું? કમિટી શું કામ કરશે? આ મુદ્દા પર સોલિસિટર જનરલે કહ્યું કે કોર્ટ અમારી રિપોર્ટની સમીક્ષા કરે.
CJIએ પૂછ્યું કે તો પછી પંજાબની કમિટીને પણ કામ કરવા આપીએ? ત્યારે મહેતાએ કહ્યું કે પંજાબની કમિટીમાં મુશ્કેલીઓ છે. CJIએ કહ્યું કે, અમે વડાપ્રધાનની સુરક્ષા સાથે જોડાયેલા આ મામલાને ગંભીરતાથી લીધો છે.