નવી દિલ્હી: આજરોજ એક એવી ઘટના બની ગઇ કે જે કદાચ વડાપ્રધાન પદ માટે શોભનીય તો નથી જ, પરંતુ છતાં તે બનવા પામી છે અને તે અંગે વિવિધ ચર્ચાઓ થઇ રહી છે.
બન્યું એવું કે, આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબની મુલાકાતે હતા અને અહીં ભઠિન્ડાથી હુસૈનીવાલા જવાના હતા. તેઓ જ્યારે હુસૈનીવાલા રાષ્ટ્રીય સ્મારકથી 30 કિ.મી. દૂર પહોંચ્યા, ત્યારે એક ફ્લાયઓવર પર પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કર્યો હતો. જેના કારણે વડાપ્રધાનનાં કોન્વોયને 15 થી 20 મિનિટ ઊભા રહેવું પડ્યું હતું.
આ ઘટના પછી વડાપ્રધાન ભઠિન્ડા પરત ફર્યા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા. જોકે, ભઠિન્ડા એરપોર્ટ પર પહોંચીને તેમણે ઓફિશિયલ્સને જણાવ્યું કે તમારા મુખ્યમંત્રીને આભાર જણાવજો કે તેઓ ભઠિન્ડા એરપોર્ટ સુધી જીવતા પહોંચી શક્યા.
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022
જોકે પંજાબનાં મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્નીએ જણાવ્યું કે તેમને વડાપ્રધાનનાં અચાનક બદલાયેલા રૂટની માહિતી નહોતી. સાથે જ જે ખાસ લોકો હતા, તેઓ પણ કોરોના પોઝિટિવ આવવાથી તેઓ કંઇ કરી શક્યા નહી.
I express regret that PM Modi had to return during his visit to Ferozepur district today. We respect our PM: Punjab CM Charanjit Singh Channi on security breach during PM's visit to the state pic.twitter.com/YaQlylGvyw
— ANI (@ANI) January 5, 2022
મહત્વનું છે કે, આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપનાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને કિરેન રિજિજુ સહિત ઘણાં નેતાઓએ પંજાબની સરકાર પર પ્રહાર કર્યા છે. ત્યારે પંજાબનાં નેતાઓએ પણ બચાવ કરતાં જણાવ્યું કે ભાજપની રેલી એક ફ્લોપ શો હતો, જેની જાણ થતાં જ વડાપ્રધાન પરત ફર્યા હતા.