પ્રકાશનનાં પર્વ દિવાળીની ભારતમાં અનોખી ઉજવણી થઇ રહી છે, ત્યારે કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી ભારતીયો એકદમ ઉત્સાહ અને ઉમંગભેર દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે.
દેશનાં જવાનો સાથે દિવાળીની અનોખી ઉજવણી
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વખતની જેમ આજરોજ દિવાળી સેલિબ્રેટ કરવા કારગિલ પહોંચ્યા છે, જ્યાં તેમણે ભારતીય સેનાનાં જવાનો સાથે ખાસ આ પર્વની ઉજવણી કરી છે.
Prime Minister Narendra Modi met Major Amit in Kargil today, whom he had earlier met in November 2001 at a Sainik School in Balachadi, Gujarat.#Diwali https://t.co/lx2GKkpQln pic.twitter.com/UBgKIQaem2
— ANI (@ANI) October 24, 2022
આ ઉપરાંત, અહીં તેમણે સેનાનાં મેજર અમિત સાથે ખાસ મુલાકાત કરી હતી, જેમને તેઓ વર્ષ 2001માં બાલાછડી સૈનિક શાળા ખાતે મળ્યા હતા. એ વખતનો ફોટો વડાપ્રધાનને શુભેચ્છા સહ આપી મેજર અમિતે એ યાદો તાજી કરી હતી.
આ ઉપરાંત, ભારતીય સેનાનાં જવાનોએ પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સ તથા પ.બંગાળમાં સિલિગુડી ખાતે બાંગ્લાદેશી જવાનોને મીઠાઇ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.