આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 મે 2023ના રોજ પોર્ટ મોરેસ્બીમાં, ભારત-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) માટે ફોરમના 3જી સમિટની સાથે સાથે ફિજીના પ્રધાનમંત્રી સિટિવેની લિગામામાદા રાબુકા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે નવેમ્બર 2014માં તેમની ફિજીની મુલાકાત દરમિયાન FIPICની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીઝ (PIC) સાથે ભારતના સહકારને વધુ ગાઢ બનાવવાની નોંધ લીધી હતી.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચેની નજીકની અને બહુપક્ષીય વિકાસ ભાગીદારીની સમીક્ષા કરી અને ક્ષમતા નિર્માણ, આરોગ્ય સંભાળ, આબોહવા કાર્યવાહી, નવીનીકરણીય ઊર્જા, કૃષિ, શિક્ષણ અને માહિતી ટેકનોલોજી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને નેતાઓએ પ્રાદેશિક વિકાસ પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું અને બહુપક્ષીય મંચોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા.
PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm
— PMO India (@PMOIndia) May 22, 2023
ફિજીયન રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રતુ વિલિયમ માઇવાલી કાટોનીવેરે વતી, પ્રધાનમંત્રી રબુકાએ પ્રધાનમંત્રી મોદીને ફિજી પ્રજાસત્તાકનું સર્વોચ્ચ સન્માન – કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી (CF)થી નવાજ્યા. પ્રધાનમંત્રી મોદીએ આ સન્માન માટે સરકાર અને ફિજીના લોકોનો આભાર માન્યો હતો અને તેને ભારતના લોકો અને ફિજી-ભારતીય સમુદાયની પેઢીઓને સમર્પિત કર્યો હતો, જેમણે બંને દેશો વચ્ચેના વિશેષ અને કાયમી સંબંધોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

મહત્વનું છે કે, આ પહેલાં વડાપ્રધાનને પાપુઆ ન્યુ ગિનીનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કરાથી પણ નવાજવામાં આવ્યા. ગવર્નમેન્ટ હાઉસ ખાતે વિશેષ સમારોહમાં પપુઆ ન્યુ ગિની (PNG)ના ગવર્નર-જનરલ મહામહિમ સર બોબ ડાડેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (GCL)થી નવાજ્યા. આ PNGનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને “ચીફ” ટાઈટલ આપવામાં આવે છે.