Monday, June 5, 2023
Google search engine
HomeIndiaવડાપ્રધાન નરેન્દ્ર મોદી છે બોસ: જાણો, કોણે કહ્યું આવું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે બોસ: જાણો, કોણે કહ્યું આવું?

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જાપાન, પાપુઆ ન્યુ ગિની થઇને ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે છે, ત્યારે આજરોજ સિડનીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું, ત્યારે આ પ્રસંગે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે તેમને બોસ કહીને સંબોધ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે દેશ આગામી 25 વર્ષમાં વિકાસના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે તે ભારત દેશ છે. આજે IMF ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું તેજસ્વી સ્થાન માને છે. વિશ્વ બેંક માને છે કે જો કોઈ વૈશ્વિક માથાકૂટને પડકારી રહ્યું છે તો તે ભારત છે.

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે કહ્યું કે, “છેલ્લી વાર આ સ્ટેજ પર બ્રુસ સ્પ્રિગ્સટન (અમેરિકન સિંગર) આવ્યા હતા, પણ તેમને પણ આવું ભવ્ય સ્વાગત નહોતું મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોસ છે.”

ક્રિકેટનાં સંબંધોની કરી ઉજવણી

મને જાણીને આનંદ થયો કે તમે બધાએ પણ આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. અમારા ક્રિકેટ સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે. અમારી મેદાનની બહારની મિત્રતા ક્રિકેટના મેદાન પરની સ્પર્ધા જેટલી જ રસપ્રદ છે, પોતાની સ્પીચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments