લખનઉ: ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ જાહેર થઇ છે, તે પહેલાં જ રાજ્યમાં રાજકીય હલચલ નોંધાવા પામી છે. આજરોજ ઉત્તર પ્રદેશનાં કેબિનેટ મિનિસ્ટર સ્વામી પ્રસાદ મૌર્યએ રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું અને સમાજવાદી પક્ષમાં જોડાયા હતા.
ઉત્તર પ્રદેશમાં રાજકીય હલચલ#SwamiPrasadMaurya #AkhileshYadav pic.twitter.com/zMuR3gjzoy
— The Mailer (@themailerIndia) January 11, 2022
આ ઉપરાંત, આજરોજ NCP સુપ્રીમો શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હજી વધુ ભાજપનાં ધારાસભ્યો સ.પા.માં જોડાય તેવી આશંકા છે. મહત્વનું છે કે, આ રાજીનામું ઇલેક્શનનાં થોડાં સમય પહેલાં જ આવ્યું છે. તો વધુમાં સ્વામી પ્રસાદના સમર્થનમાં ધારાસભ્યો બ્રિજેશ પ્રજાપતિ, ભગવતી પ્રસાદ સાગર અને રોશન લાલ વર્માએ પણ ભાજપ છોડી દીધું છે.
અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્યને આવકારતાં ટ્વીટ કરી હતી. તેમણે જણાવ્યું કે સામાજિક ન્યાય અને સમતા-સમાનતાની લડાઇ લડવાવાળાં લોકપ્રિય નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને તેમના સમર્થક નેતાઓનું સમાજવાદી પક્ષમાં સ્વાગત છે.
