પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન શપથ લેતાની સાથે જ જાણે તરત જ એક્શનમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આજરોજ ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે પંજાબ માટે ખાસ પેકેજની માંગ કરી છે.
16 માર્ચે સીએમ પદના શપથ લીધા બાદ કહ્યું હતું કે મારી સાથે આખાય પંજાબે આ શપથ લીધા છે. આ સાથે જ 25 હજાર ખાલી જગ્યા ભરવાની મંજૂરી પણ આપી દીધી છે.
Chief Minister @BhagwantMann calls on Prime Minister @narendramodi, discusses state's economic health and national security being Punjab a border state. PM assures Mann of all possible assistance from Centre in this regard. pic.twitter.com/2o1F2XeJSY
— CMO Punjab (@CMOPb) March 24, 2022
પંજાબના સીએમ બન્યા બાદ ભગવંત માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાતમાં જ તેમને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના હેતુસર સ્પેશિય પેકેજ એક લાખ કરોડનું માંગ્યું હતું. તેમણે કહ્યું પંજાબ માટે તમે પ્રતિ વર્ષ 50 હજાર કરોડ આ કામ માટે ફાળવો તેવી વિનંતી કેન્દ્રને કરી હતી.
ભગવંત માન પહેલીવાર CM બન્યા છે. પંજાબમાં પહેલીવાર આપની સરકાર સ્પસ્ટ બહુમતી સાથે આવી છે ત્યારે પંજાબની સાથે સાથે પુરા દેશની નજર આમ આદમી પાર્ટી પર છે, ત્યારે ભગવંત માન કંઈક નવું કરવા માંગે છે. જે હેતુથી તે સતત કાર્યશીલ રહી રહ્યા છે. જેથી વડાપ્રધાન સાથેની મુલાકાતમાં જ તેમણે પંજાબ માટે આટલી મોટી માંગણી કરી લીધી હતી.