પંજાબી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આજરોજ હરિયાણા ખાતે એક ગંભીર માર્ગ અકસ્માતમાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધનું મૃત્યુ થયું છે. અગાઉ ખેડૂત આંદોલનમાં ચર્ચામાં રહેલા દીપ સિદ્ધુ તેની સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યો હતો એ દરમિયાન દિલ્હી નજીક સોનીપતના ખરખોદા પાસે તેમની કારનો કન્ટેનર સાથે ટકરાયા બાદ અકસ્માત થયો હતો.
Haryana | We got information that two people have been brought to the hospital after a road accident. The man identified as Deep Sidhu died during treatment and the woman is undergoing treatment and is now out of danger. Further investigation underway: Rahul Sharma, SP, Sonipat pic.twitter.com/SJpQE028zY
— ANI (@ANI) February 15, 2022
કારમાં તેની સાથે બે મિત્રો પણ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં આ ત્રણેયને ઈજા થઈ હતી. જેમાં દીપ સિદ્ધુનું મૃત્યુ થયું છે.