26/11 મુંબઇ એટેક: આજે આ ગોઝારી ઘટનાને 13 વર્ષ પૂરા થયા છે. ચાર આતંકવાદીઓએ એકસાથે આખા મુંબઇને બાનમાં લીધું હતું. ત્યારે આ ઘટનાની સૌથી મોટી અસર મુંબઇની મશહૂર તાજ હોટલને પહોંચી હતી.
આજરોજ રતન તાતાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર આ સંબંધિત પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું છે કે, “13 વર્ષ પહેલાં આપણે જે સહન કર્યુ છે, તે ક્યારેય ભૂલાશે નહીં. જોકે હુમલો કે જે આપણને તોડવા માટે હતો, તે યાદને આપણે એક તાકાત તરીકે લઇએ અને તેમને સન્માનીએ, જેમણે આપણા માટે જીવ ગુમાવ્યો.”
View this post on Instagram
મહત્વનું છે કે, આ ઘટનાને પગલે આખો દેશ હચમચી ગયો હતો. હુમલામાં એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. જેના ઘટસ્ફોટથી પાકિસ્તાનની મેલી મુરાદ સામે આવી હતી.