આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ સવારે 8 વાગે પરિણામ ઓનલાઇન મૂકાયું હતું.
સુરતનું સૌથી વધુ પરિણામ, તો દાહોદનું ઓછું
મહત્વનું છે કે, કોરોનાકાળ પછીનાં બીજા વર્ષે ધોરણ 10નું કુલ 64.62% પરિણામ જોવા મળી રહ્યું છે. જો ગુજરાતનાં જિલ્લાઓનાં પરિણામોની વાત કરીએ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ તો બીજી તરફ દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75% પરિણામ નોંધાયું છે.
બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94% પરિણામ, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ આવ્યું છે.
અમદાવાદ શહેરનું કુલ 64.18% પરિણામ આવ્યું.મહત્વનું છે કે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે.