ક્લાઇવ જોન્સ નામનાં એક રિટાયર્ડ ટિચર કે જે ઇંગ્લેન્ડમાં રહે છે, તેણે દાવો કર્યો છે કે તેનાં 129 બાળકો છે. આ દરેક બાળક સ્પર્મ ડોનેશન દ્વારા જન્મ્યુ છે. સાથે જ તેનો દાવો છે કે હજી 9 બાળકો જન્મશે. આ ઘટનાને અંગે UK માં મેડિકલ ઓથોરિટી દ્વારા એક ખાસ વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે. હાલ ક્લાઇવની ઉંમર 66 વર્ષની છે.
હજી 9 બાળકો જન્મશે
ક્લાઇવનો દાવો છે કે હજુ 9 મહિલાઓ તેના સ્પર્મ ડોનેશન દ્વારા પ્રેગનન્ટ બની છે, જેના થકી 9 બાળકો જન્મશે અને કુલ 138 બાળકોનો તે પિતા બનશે. જોકે, આ કામ તેણે 58 વર્ષની ઉંમરથી શરૂ કર્યુ હતું.
જોકે, UK માં સ્પર્મ ડોનેશન માટે લીગલ એજ 45 વર્ષની જ છે. પરંતુ, ફેસબુક પર કેટલાંક ગ્રુપ્સમાં આ બાબત અંગે પોસ્ટ જોયા પછી અને તેને સંબંધિત એક સાઇટ પર માહિતી જોયા બાદ ક્લાઇવે પોતે ડોનેટ કરવા માંગે છે, તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
ક્લાઇવે જણાવ્યું કે પહેલાં તો કોઇ તેનો સંપર્ક નહીં કરે, તેવું લાગતું હતું. પરંતુ, પોસ્ટ કર્યાનાં એક જ કલાકમાં ડર્બીની એક મહિલાએ તેનો સંપર્ક કર્યો હતો અને આ સંબંધિત વાત કરી હતી.
પૈસા માટે નથી કરતો આ કામ
ક્લાઇવ વધુમાં જણાવે છે કે, આ માટે તે પૈસા લેતો નથી. ક્યારેક તે ફક્ત પેટ્રોલ પૂરતાં પૈસા લે છે, પરંતુ તેનાથી વધારે નહીં. કારણકે તે જાણે છે કે બાળકો કેટલાં મહત્વનાં છે.
આ ઘટના બાદ UK માં ઓથોરિટીએ વોર્નિંગ ઇશ્યુ કરી છે અને જણાવ્યું છે કે ડોનર તથા પેશન્ટ બંને લાઇસન્સ્ડ ક્લિનિકનો જ સંપર્ક કરે. કારણકે ક્લાઇવ જોન્સની પદ્ધતિ લીગલ નથી. જોકે, આવી રીતે સોશિયલ મિડીયા દ્વારા ડોનરનો સંપર્ક કરનારા પરિવાર પર પણ તંત્ર કંટ્રોલ ન કરી શકે, તેવું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:
70 વર્ષ પહેલાં આ કારણથી સરકારે લીધી હતી એર ઇન્ડિયા- ટાટા ગ્રુપે પાછી મેળવીને કર્યુ ભવ્ય સ્વાગત