આજરોજ બિહારમાં રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષામાં અનિયમિતતા અને પ્રતિકૂળતાઓને કારણે આંદોલન કરી રહેલાં વિદ્યાર્થીઓએ એક પેસેન્જર ટ્રેન સળગાવ્યાની ઘટના સામે આવી છે.
મહત્વનું છે કે, બિહારનાં અર્રાહમાં આ ઘટના આજરોજ બની હતી, ત્યારે આંદોલનકારીઓએ આ ટ્રેન સળગાવી હતી. ટ્રેન રોકવાનાં પગલે આજરોજ બિહારમાં ઘણી ટ્રેનોને અસર થઇ હતી અને તેમના રૂટ બદલવા પડ્યા હતા. પટનામાં પણ આંદોલનકારીઓ પર પોલીસે વોટર ટેન્કનો પ્રયોગ કર્યો હતો અને ટિયરગેસનાં સેલ છોડ્યા હતા.
Bihar: Students protesting against alleged irregularities in Railway Recruitment Board's exam allegedly set a passenger train on fire and pelted stones on police in Arrah
"Videos have been shot and the accused protestors will be arrested after an investigation," says an official pic.twitter.com/NTRydarCJQ
— ANI (@ANI) January 25, 2022
આ ટ્રેન બિહારનાં સાસારામ જઇ રહી હતી. રેલ્વે બોર્ડ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ કરવા આદેશ આપ્યા છે. સાથે જ જે લોકો આ ઘટનામાં સામેલ છે, તેમને અરેસ્ટ કરવામાં આવશે.
Shame on Indian government
Shame on bihar government
We will raise our voice against this
We will #RRB_NTPCRecruitment_SCAM #RRB_NTPC pic.twitter.com/kByINF3tVq— Hansa chauhan (@Hansa2808) January 25, 2022