એસ.એસ.રાજામૌલીની બાહુબલી પછીની બિગેસ્ટ ફિલ્મ RRR આવતીકાલે દેશની 1000થી વધુ સ્ક્રિનમાં રિલીઝ થવાની છે, ત્યારે RRR ની ટીમ બેક-ટુ-બેક પ્રમોશન કરી રહી છે.
After giving the continuous interviews from North to Kerala, @tarak9999 forgot even his own language 😹@AlwaysRamCharan 's reaction 😹😁#RRRMovie #RRRTakeOver#RRR pic.twitter.com/uKOhcSXI18
— я i и s н а d (@rinzz_offl) March 24, 2022
તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં RRR ની ટીમ TV9 તેલુગુ પર ઇન્ટરવ્યુ આપી રહી છે, જેમાં એન્કર તેલુગુમાં સવાલ પૂછે છે, જેનો જવાબ Jr. NTR હિન્દીમાં આપે છે, ત્યારે રાજામૌલી તરત એમને ટોકે છે કે આપણે નોર્થ ઇન્ડિયામાં નથી. આ સાંભળીને તેઓ હસી પડે છે.
મહત્વનું છે કે, Jr. NTR માટે આ ઘણો મહત્વનો પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે. કરિયરનાં ત્રણથી વધુ વર્ષ એક જ ફિલ્મ માટે આપવા એ ઘણી મોટી વાત છે. ત્યારે ફક્ત આંધ્ર અને તેલંગણા જ નહીં, પરંતુ તમિલનાડુમાં પણ તેમના લાઇફ-સાઇઝ પોસ્ટર્સ લાગ્યા છે.

આ ફિલ્મ ભારત સહિત વિદેશમાં પણ તમિલ અને તેલુગુમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં Jr. NTR ની સાથે રામ ચરન, આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ જોવા મળશે. ફિલ્મની વાર્તા બ્રિટિશર્સનાં સમયની છે, જ્યારે દક્ષિણનાં મહાન ક્રાંતિકારી અલ્લુરી સિતારામ રાજુ બળવો પોકારે છે. ફિલ્મમાં રામ ચરન દ્વારા આ રોલ નિભાવવામાં આવ્યો છે, જ્યારે Jr. NTR કોમારમ ભીમનો રોલ નિભાવશે.
This Is Not #RRRTakeOver it's More Like a #NTRFansTakeOver 🤙💥🐯 @tarak9999 #ThokkukuntuPovaale pic.twitter.com/bpWqfVVcb6
— ManofMassesNTR™ (@ManofMassesNTR) March 24, 2022