Thursday, June 8, 2023
Google search engine
HomeBusinessRBI દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવાનાં નિયમોમાં ખાસ બદલાવ, ખાસ ધ્યાન રાખજો!

RBI દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવાનાં નિયમોમાં ખાસ બદલાવ, ખાસ ધ્યાન રાખજો!

Fixed Deposit એ રોકાણનો એક પરંપરાગત અને વિશ્વસનીય પ્રકાર છે, જે મોટાભાગનાં ભારતીયો દ્વારા યુઝ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેને લગતાં એક નિયમમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે, જે ખાસ ધ્યાનમાં રાખવો જરૂરી છે

ઓટોમેટિક રોલ-ઓવર નહીં થાય FD

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવ્યા બાદ પાકતી મુદતે તેને ક્લેઇમ ન કરવામાં આવે તો બેંક દ્વારા તેને ઓટોમેટિક રોલ-ઓવર કરવામાં આવતી હતી. એટલે કે જાતે જ આગળ વધારવાામં આવતી હતી અને જેના કારણે તેનું વ્યાજ પણ વધતું જતું હતું.

આ અંતર્ગત, RBI  એ નવો નિયમ લાગુ કર્યો છે કે જો પાકતી મુદતે ફિક્સ્ડ ડિપોઝિટ ક્લેઇમ કરવામાં નહીં આવે, તો તે રોલ-ઓવર નહીં થાય અને સાથે જ તેના પર વધારાનું વ્યાજ નહીં આપવામાં આવે.

FD નું નહીં, પણ સેવિંગ એકાઉન્ટનું વ્યાજ થશે જમા

RBI તરફથી બહાર પાડેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, જે ગ્રાહક એફડી કરાવે છે અને ત્યાર બાદ પાકતી મુદ્દત પર ક્લેઇમ નથી કરતા તો બેંકમાં બચત ખાતા પર ચાલી રહેલા વ્યાજદર પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે.

આમ નવા નિયમ અંતર્ગત ફિક્સ્ડ ડિપોઝિટ પાકી ગયા બાદ તેના પર ફક્ત બચત ખાતા પર આપવામાં આવતું વ્યાજ મળશે, જે ખૂબ ઓછું હોય છે. આ નવો નિયમ તમામ કૉમર્શિયલ બેંકો, સ્મૉલ ફાઇનાન્સ બેંક, સરકારી બેંક અને ક્ષેત્રીય બેંકોને લાગૂ પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments