Tuesday, May 30, 2023
Google search engine
HomeTrendingBreaking: રશિયાએ કરી યુદ્ધની જાહેરાત, યુક્રેઇને બંધ કરી એરસ્પેસ

Breaking: રશિયાએ કરી યુદ્ધની જાહેરાત, યુક્રેઇને બંધ કરી એરસ્પેસ

રશિયા યુક્રેઇન વોર ક્રાઇસિસ વચ્ચે આજરોજ રશિયાએ મોટું પગલું ભર્યુ છે. પોતાના સૈન્યદળને રશિયાએ હુમલો કરવાની મંજૂરી આપતાં યુક્રેઇનની રાજધાની કિવ સહિત 11 અલગ-અલગ શહેરોમાં હુમલો કર્યો હતો.

મહત્વનું છે કે, રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે અને સૈન્ય ઓપરેશન ચાલુ થઇ ગયું છે. પુતિને આ જાહેરાત UNSCની બેઠક વચ્ચે જ કરી હતી. રશિયા-યુક્રેન તણાવ પર જ આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

આ સાથે રશિયાએ નાટો અને અમેરિકાને પણ ધમકીભર્યા સૂરમાં કીધું છે કે જો તેઓ વચ્ચે પડશે, તો પરિણામો સકારાત્મક નહીં રહે.

યુક્રેઇનનાં વિવિધ ભાગોમાં અને ખાસ કરીને રશિયન બોર્ડર નજીકનાં શહેરોમાં કેટલાંક ધડાકા સાંભળવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે UN સેક્રેટરી જનરલ દ્વારા રશિયન પ્રેસિડેન્ટને માનવતાની ખાતર પોતાનાં સૈન્યને પાછું ખેંચવા અપીલ કરી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments