રશિયા અને યુક્રેન વચ્ચે ભારે તંગદિલીનો માહોલ છે અને રશિયા દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે તેવા સમયે વિશ્વના અનેક દેશો યુક્રેન સાથે ઉભા રહ્યા છે અને યુક્રેન પર કરવામાં આવી રહેલા આ હુમલાઓના ભાગ રૂપે ફ્રાન્સએ રશિયાને ખુલ્લી ચેતવણી આપી છે.
La France condamne fermement la décision de la Russie de faire la guerre à l’Ukraine. La Russie doit mettre immédiatement fin à ses opérations militaires.
— Emmanuel Macron (@EmmanuelMacron) February 24, 2022
ફ્રાન્સે જણાવ્યું કે રશિયા આ હુમલાઓ બંધ કરે અને જો હુમલાઓ બંધ નહિ કરવા આવે તો ગંભીર પરિણામો મળી શકે છે તેવી ચેતાનીવાની આપી છે. ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ સંબંધિત ટ્વીટ કરી હતી.
હાલમાં મળતી માહિતી પ્રમાણે યુક્રેનના સમર્થનમાં ફ્રાન્સ આવ્યું છે અને રશિયાને ચેતવણી આપી છે અને હુમલાઓ બંધ કરવા નિર્દેશ કર્યો છે અને આ ચેતવણીને પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ફ્રાંસે સિદ્ધિ રીતે યુક્રેનની મદદ કરવાનો ઇન્કાર કર્યો છે પરંતુ હુમલો બંધ કરવાને લઈએ ફ્રાન્સ દ્વારા ચેતવણી આપવામાં આવી છે
અનેક દેશો યુક્રેન પર થઇ રહેલા હુમલો અને સમગ્ર વિશ્વમાં સર્જાયેલા ડરાવનાક માહોલને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. ફ્રાંસે પણ યુદ્ધના માહોલ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેવામાં હવે સ્થિતિ ક્યાં સુધી પંહોચે છે તેના પર સૌ કોઈની નજર મંડરાઈ રહી છે અને આ યુદ્ધનો ખતરો સમગ્ર વિશ્વ સામે મોટો પડકાર જનક છે અને સ્થિતિ વણસે તો ખૂબ ખરાબ પરિણામો આવી શકે છે.
યુક્રેઇન ડિફેન્સ મિનિસ્ટર લડી લેવાનાં મૂડમાં
યુક્રેઇનનાં ડિફેન્સ મિનિસ્ટર ઓલેક્સી રેર્નિકોવે જણાવ્યું કે જે લોકો વેપન પકડી શકે છે, તે લોકો લડવા તૈયાર થઇ જાય. તેમણે જાહેર જનતાને યુદ્ધમાં ભાગ લેવા કીધું છે.
Ukraine Defence Minister Oleksii Reznikov says anyone who is ready and able to hold a weapon can join the ranks of the Territorial Defence Forces: Reuters #RussiaUkraineCrisis
— ANI (@ANI) February 24, 2022