કોરોના પછી વિવિધ દેશો વચ્ચેનાં સંબંધોમાં ભારે બદલાવ આવી રહ્યા છે, ત્યારે આગામી 6 ડિસેમ્બરે રશિયન પ્રેસિડેન્ટ લાદિમીર પુતિન ભારત પ્રવાસે આવશે. પ્રેસિડેન્ટ ઓફ રશિયાનાં સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી આ જાહેરાત કરવામાં આવી હતી.
On December 6, Vladimir Putin will visit India https://t.co/mkFeofGWg1
— President of Russia (@KremlinRussia_E) November 26, 2021
આ ખાસ મુદ્દાઓ પર થશે ચર્ચા
Ministry of External Affairs નાં પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે 21માં ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે પુતિન ભારત આવશે અને વડાપ્રધાન મોદી સાથે ખાસ મુલાકાત યોજાશે. આ સાથે જ આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો સ્થાપિત થાય અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર કઇ રીતે કામ કરવું, તે અંગે ચર્ચા થશે.
વધુમાં તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે “ટુ પ્લસ ટુ” સંવાદની પ્રથમ બેઠક 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ.જયશંકર અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે, જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે.