રાધે પછી પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘અંતિમ’ને થિયેટરમાં રિલીઝ કરનાર સલમાન ખાન તાજેતરમાં અમદાવાદની મુલાકાતે હતા. તેમની સાથે ફિલ્મ ડિરેક્ટર મહેશ માંજરેકર પણ જોડાયા હતા. અહીં તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. સાથોસાથ તેમણે ફિલ્મ અંતિમની સફળતા વિશે પણ વાત કરી હતી.
આયુષ સાથેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, તે ખૂબ જ સારા એક્ટર છે અને લવયાત્રી પછી પોતાની એક્ટિંગમાં ઘણો સુધારો કર્યો છે. આ સાથે જ તેઓ જણાવે છે કે ફિલ્મ અંતિમનો પ્રોજેક્ટ તેમના માટે ખાસ હતો. કારણકે કોરોનાને કારણે થિયેટર ઇન્ડસ્ટ્રીને ઘણો ફટકો પડ્યો છે અને મિડલ ક્લાસ ફેમિલીઝ માટે થિયેટર જ એક એન્ટરટેઇનમેન્ટ છે, તો તેને ફરીથી ઊભું કરવા માટે ફિલ્મ અંતિમને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી.

ડિરેક્ટર મહેશ માંજરેકર વિશે વાત કરતાં સલમાન ખાન જણાવે છે કે તેઓ એક સારા ડિરેક્ટરની સાથે સારા એક્ટર તો છે જ, પરંતુ ખૂબ જ સારા કુક પણ છે. તેઓ ઘણી સારી રસોઇ બનાવી જાણે છે અને ક્યારેક જમાડે પણ છે.
ફક્ત પ્લોટિંગ મરાઠી ફિલ્મ પરથી…
ઘણાં લોકોનું કહેવું છે કે ફિલ્મ અંતિમ એ 2018માં આવેલી મરાઠી ફિલ્મ મુલશી પેટર્નની રિમેક છે. ત્યારે ડિરેક્ટર મહેશ માંજરેકરે જણાવ્યું કે ફક્ત પ્લોટિંગ તે ફિલ્મ પરથી લેવામાં આવ્યું છે, જ્યારે ઘણાં બધા નવા સુધારા ફિલ્મ અંતિમમાં છે. માટે તેને ફ્કત એક રિમેક કહેવી યોગ્ય નહીં ગણાય.
ચરખા પર અજમાવ્યો હાથ
આ ઉપરાંત, અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે સાબરમતી આશ્રમમાં સારો એવો સમય વિતાવ્યો હતો અને ગાંધીજીનો ચરખો પણ ચલાવ્યો હતો.