મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની બીજા તબક્કાની રીપીટર પરીક્ષા પોસ્ટ ગ્રેજ્યુએશન (એમબીએ અને એમસીએ સિવાય) સેમેસ્ટર 1 અને બીએડ સેમેસ્ટર 1 તથા બી.એડ સેમેસ્ટર 1 તથા બીએડ (એચ.આઇ) સેમેસ્ટર-1 ના આવેદનપત્રો માટેના ફોર્મ આવતીકાલ તારીખ 23 ફેબ્રુઆરી ને બુધવારથી તારીખ ૧લી માર્ચ સુધી ઓનલાઇન ભરી શકાશે.
આ ઉપરાંત, તારીખ 2 માર્ચ સુધી આ પરીક્ષાના ફોર્મ મંજૂર કે નામંજૂર કરી શકાય છે જેની તમામ વિદ્યાર્થીઓ તેમજ સંબંધિત કર્મચારીઓને નોંધ લેવા કુલ સચિવ કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે.
બીજા તબક્કાની પરીક્ષાઓ 8 માર્ચથી યોજાશે.