- સેન્સેક્સ 58,000ની નવી સપાટીએ
- પેટ્રોલિયમ અને ગેસ કંપનીઓનાં ભાવ ઊંચકાયા
મુંબઇ: ભારતીય શેરબજારમાં શુક્રવારે થોડી ગરમી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને ઇન્ડેક્સ પોતાની નવી સપાટી આંબી રહ્યા છે.
સેન્સેક્સ દ્વારા 58,000 નો માર્ક ક્રોસ કરવામાં આવ્યો હતો, જેની સાથે તે આજે 58,129.95 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 17,323.60 નાં માર્ક પર બંધ રહી હતી, જેમાં આજનાં દિવસમાં 89 પોઇન્ટનો વધારો છે.
કયા શેરોમાં જોવા મળી તેજી?
કંપનીઓની વાત કરીએ તો અદાણી ટ્રાન્સમિશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા પેટ્રોલિયમ શેર્સ ઉંચકાયા છે. મહત્વનું છે કે, અદાણીનાં શેર્સમાં આ અઠવાડિયે ભારે વધારો થયો છે.

બીજી તરફ, બેન્કિંગ સેક્ટરમાં નરમ-ગરમ માહોલ જોવા મળ્યો હતો. HDFC, ICICI તથા Axis નાં ભાવ થોડાં ઘટ્યા હતાં.
મહત્વનું છે કે, આજરોજ રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, તેઓ આગામી 3 વર્ષ માટે ગ્રીન એનર્જીમાં 75,000 કરોડનું રોકાણ કરશે. આ જાહેરાતથી એનર્જી સંબંધિત માર્કેટમાં મોટા ફેરફાર આવી શકે છે, તેવી નિષ્ણાતોની વકી છે.
Addressing the International Climate Summit 2021, Sh #MukeshAmbani reiterated the positive impact of @PMOIndia's #GreenHydrogenMission initiative as it will boost #renewableenergy & help India become self-reliant in energy production. #ICS2021https://t.co/Lfx8yeyHyl pic.twitter.com/E1dYFQCBxw
— Dhanraj Nathwani (@DhanrajNathwani) September 3, 2021