2022ની શરૂઆત ભયાવહ કોરોનાનાં ઘાતક સ્વરૂપો સાથે તો થઇ જ છે, પરંતુ શેર-માર્કેટમાં નવું વર્ષ સારી અસરો લઇને આવ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાથી સેન્સેક્સ સતત ઉપર જઇ રહ્યો છે અને લગભગ 2000 પોઇન્ટ ઉપર આવ્યો છે.

શેર્સની વાત કરીએ તો રિલાયન્સ અને ટાટા સહિત મોટી કંપનીઓનાં મોટાભાગનાં શેરનાં ભાવ વધવા પામ્યા છે. બેંકિંગ સેક્ટરમાં મિશ્ર માહોલ તો છે જ, સાથોસાથ FMCGમાં પણ તેજી જોવા મળી છે.
સોના-ચાંદીનાં ભાવમાં પણ નવા વર્ષે કોઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. મહત્વનું છે કે, ડિસેમ્બરમાં Omicron નાં પગલે વિશ્વભરનાં માર્કેટ તૂટ્યા હતા, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી પણ ભયાવહ સ્તરે ગયા હતા.