અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષનાં નેતાને લઇને છેલ્લાં ઘણાં સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. ત્યારે આજરોજ દાણીલીમડાં વોર્ડનાં શહેઝાદ ખાન પઠાણનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
આની સાથે જ નીરવ બક્ષી AMCના વિપક્ષના ઉપનેતા બન્યા છે. વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી છે.
આ પહેલાં AMCના વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાનનાં નામનો 10 કોર્પોરેટર વિરોધ કરી રહ્યા હતા, જેને લઇને ભારે વિવાદ થયો હતો. ભારે વિવાદ વચ્ચે વિપક્ષના 10 કોર્પોરેટરે બળવો કર્યો હતો અને રાજીનામા આપ્યા હતા.
જનસેવાને સમર્પિત નવનિયુક્ત પદાધિકારીઓને કોંગ્રેસ પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ#GujaratCongress pic.twitter.com/SDPzw6jYiY
— Gujarat Congress (@INCGujarat) January 11, 2022
આ ઘટના પછી કોંગ્રેસ હાઈકમાન્ડે તેમાંથી 4ને શિસ્તભંગની નોટિસ ફટકારી હતી, જેમાં કોર્પોરેટરને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે. મહિલા કોર્પોરેટરોએ શહેઝાદખાન પઠાણનો વિરોધ કર્યો હતો, જેની ફરિયાદ પ્રિયંકા ગાંધી સુધી કરવામાં આવી હતી.