બાળપણમાં આપણે શક્તિમાન સિરિયલ મોટાભાગનાંએ જોઇ જ હશે. એક ઇન્ડિયન હીરોનાં રૂપમાં સ્થાપિત થયેલાં એક્ટર મુકેશ ખન્નાને આપણે હજી પણ શક્તિમાન તરીકે ઓળખીએ છીએ, ત્યારે તેઓ સમયાંતરે પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.
જો કોઇ છોકરી સામેથી સેક્સ કરવા કહે છે તો તે…
તાજેતરમાં જ પોતાના એક યુટ્યુબ વીડિયોમાં કહે છે કે જો કોઇ છોકરી સામેથી આવીને કહે કે તે સેક્સ કરવા માંગે છે, તો તે ધંધો કરે છે. તે ભારતીય સમાજ મુજબ યોગ્ય નથી. તેમના આ નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા છે અને સાથે જ તેમને ટ્રોલ કરવા લાગ્યા છે.
મહત્વનું છે કે, તેમનો મુખ્ય મુદ્દો આજકાલ જે ઓનલાઇન સ્કેમ ચાલે છે, જે તરફ છે, પરંતુ કદાચ સોશિયલ યુઝર્સને અને પબ્લિકને તેમની ડાયરેક્ટ ભાષા પસંદ આવી નથી, કારણકે તેમાં મહિલાઓ તરફ સીધી આંગળી ચીંધવામાં આવી છે, જે તદ્દન અયોગ્ય છે. આજકાલ ઓનલાઇન સ્કેમર્સ વિવિધ પ્રકારની લોભામણી ટ્રીક્સ વાપરતાં હોય છે, જેમાંથી આ પણ એક છે.
મળી રહ્યાં છે અલગ-અલગ રિસ્પોન્સ

મુકેશ ખન્નાનાં આ વીડિયો પર તેમને અલગ-અલગ રિસ્પોન્સ મળ્યા છે. કેટલાંક મહિલા યુઝર્સે લખ્યું છે કે આ સમાજમાં છોકરાઓ ખરાબ નથી, તેમને બનાવી દેવાયા છે. તો બીજી તરફ અમુક લોકો સટાયરમાં ‘Sorry Shaktimaan’ પણ લખી રહ્યા છે.