છેલ્લા બે દિવસથી સેન્સેક્સની હાલત નબળી જોવા મળી રહી છે. છેલ્લાં એક અઠવાડિયાની પરિસ્થિતિ જોઇએ તો સેન્સેક્સ લગભગ 2100 પોઇન્ટ નીચે ઉતર્યુ છે. આજરોજ સેન્સેકસ 58664 પોઇન્ટ સાથે બંધ થયું છે.

આજનાં ટોપ ગેઇનર્સ શેર્સમાં Adani Green Energy, Vedanta, Indraprashtha Gas જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તો ટોપ લુઝર્સમાં Infosys, Burger Paints, IndusInd Bank નો સમાવેશ થાય છે.
બેન્કિંગ શેરોમાં જોવા મળ્યો છે ઊંચો ગ્રાફ
બેન્કિંગ શેર્સમાં જોઇએ તો કુલ 36 મોટી બેન્ક શેર્સનાં બન્ચમાં 4 બેન્કનાં ભાવ આજે ઘટ્યા છે, તેના સિવાય 32 બેન્કોનાં શેર્સ ગ્રીન લાઇમલાઇટમાં છે. સૌથી વધુ ફરક Fino Payments Bank માં જોવા મળ્યો છે, જે આજે 46 રૂપિયા વધવા પામ્યો છે.
તે સિવાય યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, AU Small Finance Bank નાં શેર્સમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે, દિવાળી પછી ઇકોનોમીને થોડું બુસ્ટ મળ્યું છે, જેનાથી લોન લેનારા લોકોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
Latent View IPO બમ્પર પ્રાઇઝ સાથે ખૂલ્યો
આજરોજ ઓપન થયેલા Latent View નાં IPO માં બમ્પર વધારો જોવા મળ્યો છે. Latent View નો શેર 512 રૂપિયા સાથે ખૂલ્યો હતો, જેની બેઝ પ્રાઇઝ 190 રૂપિયા હતી.