ભારતીય ટેક જાયન્ટ અને બેંગ્લોર સ્થિત Sharechat દ્વારા તાજેતરમાં જ MX Takatak ને એક ખાસ ડીલ અંતર્ગત એક્વાયર કરવામાં આવ્યું છે. આ પહેલાં MX ગ્રુપનું MX Takatak એક સ્વતંત્ર વીડિયો પ્લેટફોર્મ હતું, જેને હવે કદાચ Sharechat નાં Moj સાથે મર્જ કરવામાં આવી શકે છે.
We are happy to announce a strategic merger of our short video platform, Moj with MX TakaTak. The combined platform will have 100M creators, over 300M MAUs, and nearly 250B monthly video views, creating India's largest short video platform.https://t.co/n6kdaqEn5d
— ShareChat (@sharechatapp) February 11, 2022
Sharechat અને MX Takatak ની આ ડીલ 4500 કરોડ રૂપિયા એટલે અંદાજીત 700 મિલિયન ડોલરમાં થઇ છે.
મહત્વનું છે કે, વર્ષ 2021 Sharechat માટે ઘણું ફળદાયી રહ્યું હતું, જેમાં કંપનીએ કુલ 913 મિલિયન ડોલરનું ફંડ રેઇઝ કર્યુ હતું. આ ડીલને કારણે Sharechat નાં શોર્ટ વીડિયો પ્લેટફોર્મ Moj ને પણ ઘણો ફાયદો થશે. 2015 માં સ્થપાયેલી Sharechat દ્વારા કુલ 1.17 બિલિયન ફંડ રેઇઝ કર્યુ છે.