યુક્રેઇન પર રશિયાનાં હુમલાને કારણે યુક્રેઇનમાં ભણતાં લાખો વિદ્યાર્થીઓ કે જેમાં હજારો ભારતીયોનો પણ સમાવેશ થાય છે, તેમની પરિસ્થિતિ વણસી છે અને તેઓ પડોશી દેશ પોલેન્ડ, માલડોવા અને રોમાનિયામાં આશરો લઇ રહ્યા છે. ત્યારે આજરોજ શિવસેના સાંસદ અને નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ સંબંધિત એક ટ્વીટ કરી હતી.
Hi @IndiainPoland , lots of Indian students have been denied entry into Poland, some who were allowed yesterday have also been sent back. Their parents back home are in a state of panic. Urge your intervention @opganga @MEAIndia
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 28, 2022
મહત્વનું છે કે, આ ટ્વિટનાં રિપ્લાયમાં તરત ભારતમાં પોલેન્ડનાં એમ્બેસેડર Adam Burakowski એ રિપ્લાય કર્યો હતો કે આવી કોઇ માહિતી સાચી નથી, માટે ફેક ન્યૂઝ ન ફેલાવો. પોલીશ એમ્બેસેડરની આ ટ્વિટથી પ્રિયંકા ચતુર્વેદી જાણે ગુસ્સે ભરાયા અને ટ્વિટર યુદ્ધ આરંભ્યું.
જોકે, પ્રિયંકા ચતુર્વેદીની આ ટ્વિટ પર ઘણાં ભારતીયોએ પણ કોમેન્ટ કરી કે આંતરરાષ્ટ્રીય મામલે મેડમ પ્લીઝ આપ ભારતની બેઇજ્જતી ન કરાવો. સામે કોઇ સામાન્ય માણસ નહીં, પરંતુ પોલેન્ડનાં એમ્બેસેડર છે.