ગુજરાતને અડીને આવેલી યુનિયન ટેરિટરી દાદરા નગર હવેલીની લોકસભાની પેટાચૂંટણીનું પરિણામ હાલ ચાલી રહ્યું છે, જેમાં સ્ફોટક પરિણામ જોવા મળ્યા છે. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અવિશ્વસનીય જીત જોવા મળી રહી છે.
Heartiest congratulations to Smt Kalaben Delkar ji, @ShivSena ’s newly elected Member of Parliament to the Lok Sabha from Dadra & Nagar Haveli.
I humbly thank all the karyakartas for their efforts and the citizens for their faith to ensure this huge win.
— Aaditya Thackeray (@AUThackeray) November 2, 2021
તેમની આ જીત પર શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
આ બેઠક પર ભાજપ તરફથી મહેશ ગાવિત ઊભા હતા, જ્યારે શિવસેના તરફથી કલાવતી ડેલકર ઊભા હતા. મહત્વનું છે કે, સાંસદ મોહન ડેલકરના નિધનથી આ બેઠક ખાલી થઇ હતી, જેમાં તેમના પત્ની શિવસેનામાંથી ઉમેદવાર તરીકે ઊભા હતા. દાદરા નગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હીના નેતાઓ અને કાર્યકરોની આખી ફોજ ઉતારી હતી, આમ છતાં અહીં તે જીતી શક્યા નથી.
નોંધનીય છે કે, આ બેઠકમાં કુલ તો કુલ 1,36,429 પુરુષ મતદાતા પૈકી 1,02,536 નાગરિકોએ મતદાન કર્યુ હતું. જ્યારે કુલ 1,22,409 સ્ત્રી મતદાતા પૈકી 95,089 સ્ત્રી મતદાતાએ મતદાન કર્યુ હતું. આમ કુલ 2,58,838 મતદારો પૈકી 1,97,625 મતદારોએ મતદાન કરતા કુલ 76.35 ટકા મતદાન નોંધાયું હતું. આ પહેલાં કલાબેન ડેલકરના પતિ મોહન ડેલકર અપક્ષ તરીકે ઊભા હતા, જેમાં તેમનો વિજય થયો હતો. ભાજપ ઉપરાંત, કોંગ્રેસ તરફથી મહેશ ધોડી પણ ઊભા હતા.