માધવપુરના મેળામાં જતા પૂર્વે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગ તથા તેમના મંત્રીઓ રાજકોટ ફ્લાઈટમાં ઉતરી મોટરમાર્ગે જૂનાગઢ પહોંચ્યા હતા અને જૂનાગઢના મહેમાન બન્યા હતા. જુનાગઢ સ્થિત એક ખાનગી હોટેલ ખાતે ભાજપના આગેવાનોએ તેમને આવકાર્યા હતા.
સ્થાનિક આગેવાનો સાથેની બેઠકમાં સિક્કિમના મુખ્યમંત્રી એ સિક્કિમના હેપીનેસ ઇન્ડેક્સ તથા ઓર્ગેનિક ખેતીમાં થયેલા કાર્યો બાબતે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, સિક્કિમનો 81 ટકા ભાગ તેની સરકારના વન વિભાગ હેઠળ આવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે, છતાં વિશ્વ કક્ષાની જૈવીક વિવિધતા જોવા મળે છે.
I acclaim the initiative of our Hon'ble Prime Minister Shri Narendra Modi to unite the country through the exchange of culture and traditions and promote the spirit of "Ek Bharat Shresth Bharat" and hope such events are conducted regularly.
2/2 pic.twitter.com/iZ80mYSZsj— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) April 10, 2022
લગભગ ૫૦૦૦ પ્રજાતિના ફુલો જોવા મળે છે તેમાં 515 દુર્લભ ઓર્ચીડ 60 પ્રીમુલા પ્રજાતિના 36 રોડોડેનડ્રોન 23 વાસ ની પ્રજાતિઓ ૧૬ પ્રકારની સૂક્ષ્મ પ્રજાતિ અને 424 આયુર્વેદિક વનસ્પતિ નો સમાવેશ થાય છે.
સિક્કિમમાં લઘુતમ ઉદ્યોગો હોવા છતાં વર્ષ 2000થી સિક્કિમની અર્થવ્યવસ્થા ભારતની સૌથી વધુ ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા છે 2017માં સિક્કિમનો gbp ૧૩ ટકા વધ્યો હતો સિક્કિમમાં મોટાભાગની વિદ્યુત શક્તિ ૧૯ જેટલા જળવિદ્યુત કેન્દ્રોમાંથી મેળવવામાં આવે છે સિક્કિમમાં બહુસંખ્યક લોકો દિવાળી અને દશેરા જેવો તહેવાર ઉજવે છે