Wednesday, October 5, 2022
Google search engine
HomeGujaratસિંગાપોરનાં હાઇકમિશને આજરોજ મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી, જાણો વિગતે!

સિંગાપોરનાં હાઇકમિશને આજરોજ મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી, જાણો વિગતે!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત સિંગાપોરના હાઇકમિશનર શ્રીયુત સિમોન વોંગ અને સિંગાપોરના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ચિયોંગ મિંગ ફૂંગે સિંગાપોરના ડેલિગેશન સાથે ગાંધીનગરમાં લીધી હતી.

સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગ સાથેના પરામર્શમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સિંગાપોરમાં જમીનની અછતના કારણે ત્યાંના MSME એકમો પોતાની નવી ફેસેલિટીઝ માટે અન્ય દેશો તરફ વળ્યા છે. આવા MSME ગુજરાતમાં પ્રોડક્શન ફેસેલીટીઝ શરૂ કરે તો તેમને પોતાના ઉત્પાદનો મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા વૈશ્વિક બજારો-ગ્લોબલ માર્કેટમાં સપ્લાય કરવામાં ઘણી મદદ મળશે સાથે ભારતના વિશાળ સ્થાનિક બજારમાં પણ વ્યાપક લાભ મળશે.
ગુજરાતમાં સિંગાપોરના MSME એકમો અને અન્ય બિઝનેસ ડેવલપમેન્ટ માટે કોલોબરેશનની સાનુકૂળ તકો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સિંગાપોર સ્થિત ફિનટેક કંપનીઓ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજી સેક્ટરમાં સહભાગીતા માટે ગિફટ સીટીમાં આવે તે અંગે પણ પરામર્શ આ બેઠકમાં થયો હતો. સિંગાપોર હાઇકમિશનરે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આગામી જુલાઇ-રર માં સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ગિફટ સિટીમાં કાર્યરત થઇ જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી હવે આત્મનિર્ભર ભારતનું વિઝન વૈશ્વિક આત્મનિર્ભરતા સુધીનું વ્યાપક વિઝન બની ગયું છે. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના આવા વિઝનની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા સિંગાપોરના હાઇકમિશનરશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત અવશ્ય લેવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાતમાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ, ટાઉનશીપ ડેવલપમેન્ટ, લોજિસ્ટીકસ અને વેરહાઉસીંગ ફેસેલીટીઝ ડેવલપમેન્ટમાં સિંગાપોરની આ ક્ષેત્રની તજજ્ઞ કંપનીઓ રોકાણ કરી શકે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments