બોલિવુડ અને સાઉથનાં ફેમસ એક્ટર રંગનાથન માધવન એટલે કે આર. માધવનનાં પુત્રએ તાજેતરમાં જ ડેન્માર્ક ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતીને વેદાંત માધવને દેશનું નામ રોશન કર્યુ છે, ત્યારે બોલિવુડ સહિત સમગ્ર દેશ તેમને અભિનંદન પાઠવી રહ્યો છે.
And So TODAY the winning streak continues.. @VedaantMadhavan gets a GOLD at Denmark open.🙏🙏❤️❤️Pradeep Sir @swimmingfedera1 #ANSAdxb & all of you for the continued blessings . 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/UhNXMostqx
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 17, 2022
મહત્વનું છે કે, રવિ કિશન, અભિષેક બચ્ચન, બિપાશા બાસુ સહિત બોલિવુડનાં સેલેબ્રિટીઝે તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. ત્યારે અમદાવાદનાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ તેમને અભિનંદન આપ્યા હતા.
આ પહેલાં ગત વર્ષે જુનિયર એક્વાટિક ચેમ્પિયનશીપમાં વેદાંતે સાત મેડલ જીત્યા હતા. આ વર્ષે કોપનહેગનમાં યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં વેદાંતે 800 મીટર ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ જીત્યો છે.