Thursday, June 8, 2023
Google search engine
HomeEntertainmentAmazon Prime ની આગામી સિરીઝ Unpaused નું નવું ગીત થયું રિલીઝ

Amazon Prime ની આગામી સિરીઝ Unpaused નું નવું ગીત થયું રિલીઝ

મુંબઇ: આગામી એમેઝોન ઑરિજિનલ અનપોઝ્ડ: નયા સફરના ટ્રેલરને લોન્ચ કર્યા પછી સ્ટ્રીમિંગ સર્વિસે ચૂંટેલા કાવ્યસંગ્રહમાંથી એક મનભાવન અને સુખદ ટ્રેક નયા સફરનું આજે અનાવરણ કર્યું હતું. સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા રચિત આ ગીત ફિલ્મની થીમની જેમ જ આશા અને સકારાત્મકતાનો સંદેશો રજૂ કરે છે. અમિત મિશ્રાએ તેને ગાયું છે અને જેમાં શેખસ્પિયરનું રેપ પણ છે. નયા સફરના ગીતો કૌસર મુનીરે લખ્યા છે.

આ ગીત વિશે વાત કરતાં, સંગીતકાર જોડી સચિન સંઘવી અને જીગર સરૈયાએ જણાવ્યું હતું કે, “નયા સફર ગીત કૃતજ્ઞતા અને નવી શરૂઆતના વિષયની આસપાસ છે. આપણા જીવનમાં એવો સમય આવે છે કે જ્યારે આપણે અનુભવીએ છીએ કે આપણે બધું જ ગુમાવી દીધું છે, ક્યાંય જવા જેવું હોતું નથી, વગેરે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આપણી આંતરિક શક્તિ અને મક્કમતા બંને એકસાથે ચાલક બળ છે જે આપણને તમામ અવરોધોનો સામનો કરાવીને વિજેતા તરીકે આગળ વધારે છે.

 

નયા સફર એક એવું ગીત છે જે પ્રેરણાનું કાર્ય કરે છે અને શ્રોતાઓના હૃદયને પુન:શક્તિસંચારયુક્ત આશા અને સકારાત્મકતાથી ભરી દે છે જેથી તેઓ કોઈપણ વસ્તુથી નિરાશ ન બને. કૌસર મુનીરના ગીતો ભાવના અને તત્વને સુંદર રીતે વ્યક્ત કરે છે, જ્યારે અમિત મિશ્રાએ પોતાના સૂરથી સંપૂર્ણ ન્યાય આપ્યો છે. શેખસ્પિયરના રેપે પણ ગીતમાં બીજું તત્વ ઉમેર્યું છે. અમને આશા છે કે શ્રોતાઓ નયા સફરનો આનંદ માણશે.”

અનપોઝ્ડ: નયા સફર કોવિડ-19 ના લીધે આપણી જિંદગી પર પડેલા તેના પ્રભાવ વિશે પાંચ અનોખી વાર્તાઓ થકી આશા, સકારાત્મકતા અને નવી શરૂઆતની ખિડકી ખુ્લ્લી કરે છે, જે આપણા માટે જીવન અને લાગણીઓને પહેલા કરતા વધુ મૂલ્યવાન બનાવે છે.

પ્રેમ, ઝંખના, ડર અને મિત્રતા જેવી કાચી માનવીય લાગણીઓના ચિત્રણોને–શિખા માકન (ગોંડ કે લડ્ડુ), રૂચિર અરુણ (તીન તિગડા), નુપુર અસ્થાના (ધ કપલ), અયપ્પા કેએમ (વૉર રૂમ) અને નાગરાજ મંજુલે (વૈકુંઠ) જેવા ફિલ્મ નિર્માતાઓ દ્વારા સંવેદનશીલ રીતે જીવંત કરવામાં આવ્યા છે. ભારતમાં અને સમગ્ર 240 દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ મેમ્બર્સ અનપોઝ્ડ: નયા સફર 21મી જાન્યુઆરી 2022ના રોજ સ્ટ્રીમ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments