છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં અવનવા પ્રયોગો થઇ રહ્યા છે, જે ખરેખર સરાહનીય છે. ત્યારે એક એવી ફિલ્મ છે, જે હજી સિનેમાઘરોમાં રિલીઝ થઇ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવી રહી છે. જી હાં, વિજયગીરી ફિલ્મોસની ’21મું ટિફિન’ ફિલ્મની આ વાત છે. તાજેતરમાં જ તેને IFFI માં ઓફિશિયલી સ્થાન મળ્યું છે.
ત્યારે આજરોજ આ ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ થયું છે. ગીતનાં શબ્દો છે- ‘રાહ જુએ શણગાર અધૂરો’. ગીતનાં શબ્દો લખ્યા છે પાર્થ તારપરાએ, જ્યારે સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે અને મહાલક્ષ્મી ઐયરના સ્વરમાં તે કંઠિત થયું છે.
Director : Vijaygiri Bava
Producer : Twinkle Bava, Vijaygiri Bava
Production house : Vijaygiri FilmOs
મહત્વનું છે કે, આ પહેલાં 21 મું ટિફિન ફિલ્મ ‘WRPN Women’s International Film Festival’માં વિજેતા બની ચૂકી છે. સાથે જ ‘ટોરન્ટો ઇન્ટરનેશનલ વિમેન ફિલ્મ ફેસ્ટિવલ 2021’માં પણ તેનું ઓફિશિયલ સિલેક્શન થયું હતું. ફિલ્મનાં ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે પ્રખ્યાત ગુજરાતી લેખક અને નેશનલ એવોર્ડ વિનર એવા રામ મોરીની કલમે લખાયો છે, ત્યારે આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.
વિજયગીરી ફિલ્મોઝ પ્રોડક્શનની આ ફિલ્મ 10મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે, જેને વિજયગીરી બાવાએ નિર્દેશિત કરી છે.