બાળ દિન નિમિત્તે ઘણી વિશેષ પ્રવૃત્તિઓ થતી હોય છે, ત્યારે આજે આવી જ એક પ્રવૃત્તિ અમદાવાદમાં યોજાઇ હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, Josh App અને ACT ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ પ્રવૃત્તિ યોજાઇ ગઇ હતી.
આ કાર્યક્રમમાં ACT ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ખાસ મનોરંજક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં બાળગીતો ગવડાવવામાં આવ્યા હતા અને મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. સાથે જ Josh App દ્વારા દરેક બાળકો માટે સ્કૂલ બેગ, બ્લેન્કેટ અને વેલનેસ કીટ આપવામાં આવી હતી, જે તેમને રોજબરોજનાં જીવનમાં ખાસ ઉપયોગી બની રહે.
આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિશેષ સ્થળ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, થેલેસેમિયા એ એક જટિલ રોગ છે, જે વારસાગત લોહની ઉણપ પેદા કરતો એક રોગ છે, જેમાં બાળકોનાં લોહીમાં સામાન્ય કરતાં ઓછું હિમોગ્લોબિન હોય છે. આવા બાળકોને રેગ્યુલર રીતે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી રહે છે, જે વિશેષ સ્વરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવે છે.