આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. સંજીવની કોરોના ઘર સેવા સાથે હવે અમદાવાદમાં કોરોનાનાં દર્દીઓ માટે ઘેરબેઠાં જ સારવાર મળી શકશે.
14499 આ ખાસ નંબર અમદાવાદવાસીઓ માટે જાહેર કરવામાં આવ્યો છે, જેના પર કોલ કરીને દર્દીની સારવાર બાબત અથવા તો કોરોના સંબંધિત કોઇપણ માહિતી ઘેરબેઠાં જ નિષ્ણાત તબીબો દ્વારા મેળવી શકાશે.
સંજીવની કોરોના ઘર સેવા સાથે જ હવે કોરોના દર્દીઓ માટે કોરોના ટેલી મેડિસીન સેવા.
કોરોના દર્દીને ફોન પર જ 24×7 મળી શકશે અનુભવી તબીબોની સલાહ.
ડાયલ કરો : 14499
કોરોના સામે જંગ, સૌના વિશ્વાસને સંગ. pic.twitter.com/zQkdzNBATS— Amdavad Municipal Corporation (@AmdavadAMC) January 8, 2022
મહત્વનું છે કે, આ સેવા ફક્ત અમદાવાદ પૂરતી જ છે. કોરોનાનાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ઓછા લક્ષણો ધરાવતાં દર્દીઓ ઘેરબેઠાં જ આઇસોલેટ થઇને સારવાર લે છે, તેમના માટે આ ખાસ સુવિધા છે.
આ પણ વાંચો:
ભારતમાં વેક્સિનેશન 150 કરોડને પાર: યુરોપ અને અમેરિકાનાં કુલ આંકડાથી પણ વધુ