ટ્રાવેલિંગ એટલે ફક્ત ફરવું જ નહીં, પરંતુ તેની સાથે ઘણી-બધી બાબતો આપણ સાથે જોડાય છે. જેમ કે એવી કેટલીક મેમરીઝ ભેગી કરવી, જેને આપણે યાદ કરી શકીએ. સાથે જ મિત્રો કે ટ્રાવેલ-પાર્ટનર્સ સાથે બોન્ડિંગ થવું અને બીજું ઘણું-બધું.
પરંતુ, જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતાં હોઇએ છીએ, ત્યારે અમુકવાર એવી સ્થિતિ સર્જાય છે, જે સફરની મજા બગાડી શકે છે. આવી સમસ્યાઓથી બચવા જાણી લો કેટલીક ખાસ ટીપ્સ!
- ડોક્યુમેન્ટસ પ્લેસમેન્ટ: ટ્રાવેલિંગ વખતે આપણે આપણી પાસે ઘણાં અગત્યનાં ડોક્યુમેન્ટસ અને બીજી એસેસરિઝ રાખીએ છીએ. પરંતુ, આરામદાયક મુસાફરીમાં તે અડચણરૂપ બની શકે છે. આ અડચણથી બચવાનો ઉપાય એ જ કે તમે તમારાં ડોક્યુમેન્ટસને સોફ્ટકોપીમાં સેવ કરી ઓનલાઇન સેફ રાખી શકો છો. ઘણાં એવા સોફ્ટવેર છે, જે આ સુવિધા પૂરી પાડે છે. ડ્રોપબોક્સ જેવાં સોફ્ટવેર આ સુવિધા પૂરી પાડે છે. સાથે જ તમે આ ફાઇલ્સ કોઇપણ જગ્યાએથી લેપટોપ કે ફોન દ્વારા એક્સેસ કરી શકો છો.
- બિઝનેસ અથવા ફેમિલી કનેક્શન: ઘણીવાર ટ્રાવેલિંગ વખતે કંઇક નાનું એવું અગત્યનું અસાઇનમેન્ટ મળી જાય છે અથવા તો ઘરે કંઇક પરિસ્થિતિ ઊભી થાય છે, જેમાં આપણી જરૂરિયાત હોય છે. તો આવા સમય માટે પ્રોફેશન અને ફેમિલી સાથે કનેક્ટેડ રહેવા માટે મેસેજીસ અને વિડીયો કોલિંગની ઘણી એપ્સ છે, જે પણ તમે વાપરી શકો છો.
- અનવોન્ટેડ શોપિંગ: ટ્રાવેલિંગ વખતે ધ્યાન રાખવું કે તમે જે જગ્યાએ ગયા છો, ત્યાંની પ્રખ્યાત કોઇ વસ્તુ હોય, તે જ ખરીદવી. બીજી સામાન્ય વસ્તુઓ કે જે બધે ઉપલબ્ધ હોય, તે ખરીદવાથી તમારી બેગ લોડેડ બની જશે અને સાથે જ તમને ફરવાનો પણ કંટાળો આવશે.
આમ, તમારી મુસાફરીને આ ટિપ્સથી તેને આરામદાયક બનાવી શકો છો.