ગુજરાત સરકાર શિક્ષણ જેવા મુદ્દા સામે છેલ્લા ૨૭ વર્ષમાં નિષ્ફળ નીવડી છે. ગાંધીનગર જેવી રાજધાનીમાં પણ પૂરતી સેવાઓ નથી. ગોકુળપૂરા ગામની પ્રાથમિક શાળામાં ૪૫૦ સંખ્યા છે પણ સમાવિષ્ઠ કરે તેમ ઓરડા નથી. એ સિવાય શિક્ષકોની ઘટ છે. ફતેપુરામાં સ્કૂલમાં દબાણનો ત્રાસ છે તો બીજી તરફ સેક્ટર ૧૭ માં જોખમી આવાસમાં છોકરાઓ ભણી રહ્યા છે. આમ, રાજ્યની રાજધાની સિવાય પણ કેટલાય શહેર ગામડાઓમાં પણ સ્કૂલ મુખ્ય સુવિધાથી વંચિત છે.
આ અંતર્ગત, છેલ્લાં કેટલાંક દિવસોમાં આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ગુજરાતમાં થયેલ એન્ટ્રી પછી રાજકારણ ગરમાયું છે, શિક્ષણ મુદ્દે ચર્ચાઓ થવા લાગી છે, પણ સરકાર હજી પણ કોઈ એક્શન ના લેવાતા આમ આદમી પાર્ટી દ્વારા 9512040404 નંબર જાહેર કરવામાં આવ્યો.
આ નંબર પર હવે વોટ્સ એપ મારફતે બિસ્માર સુવિધાઓથી વંચિત શાળાઓનાં ફોટોઝ જાહેર જનતા આમ આદમી પાર્ટીને ઉપર જણાવેલા Whatsapp નંબર ઉપર મોકલી આપે.