નવા વર્ષની ઉજવણી નિમિત્તે ACT Foundation અને લોકસારથી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાતનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં લાઇબ્રેરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રોજેક્ટ સોલાર અને એક્ટ મિત્રા પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ACT Foundation દ્વારા સોશ્યો ટ્રેકર્સ, ટાઇની લાઇબ્રેરી, પ્રોજેક્ટ સોલાર અને એક્ટ મિત્રા જેવા વિવિધ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જેમાં આ વર્ષે એક્ટ અને લોકસારથિ એમ બંને ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે ગઇ દિવાળી દરમિયાન અને ખ્રિસ્તી ન્યૂયર નાં બે અલગ-અલગ ફેઝમાં ચાર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ACT Foundation અને લોકસારથિ ફાઉન્ડેશન દ્વારા ટાઇની લાઇબ્રેરી અને સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ pic.twitter.com/RogkGUyMbD
— The Mailer (@themailerIndia) January 4, 2022
આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદનાં સુકૃત પરિવારનાં યુવાનોને ટ્રેકિંગનાં કાર્યક્રમમાં સોશ્યો ટ્રેકર્સ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠાનાં ખાટીસિતરા ગામે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં યુવાનો દ્વારા નાઇટ ટ્રેકિંગ, હાઇકિંગ, કેમ્પ ફાયર, સાઇલેન્ટ ડિનર અને તીરંદાજી જેવી રમતો રમ્યા હતા.
મહત્વની છે કે, આ વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભેગી થયેલી દાનની રકમનો ઉપયોગ આદિવાસી વિસ્તારમાં ટાઇની લાઇબ્રેરીનાં વિકાસ માટે કરવામાં આવનારો છે. સાથે જ તે ફક્ત લાઇબ્રેરી ન બની રહેતા કોમ્યુનિટી હોલ, ગાર્ડન, એમ્ફી થિયેટર એમ વિવિધ સ્વરૂપે ઉપયોગમાં લઇ શકાશે અને સાથે જ સમગ્ર પરિસરની વિજળી સોલાર પેનલ પર આધારિત રહેશે.
આ અંતર્ગત, પ્રોજેક્ટ સોલારનાં ભાગરૂપે 150 સોલાર કીટનું પણ વિતરણ કરવામાં આવશે, જેથી ઉર્જાનાં આ ખાસ સ્ત્રોને સામાન્ય લોકો સુધી પણ પહોંચાડી શકાય અને વિકસિત કરી શકાય.